ધ્રોલ તાલુકા મથકે એકસાથે બે ચોરી, તસ્કરો થયા CCTVમાં કેદ, જુઓ video
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં તસ્કરોએ ધામા નાખ્યા છે. શિયાળાની શરૂઆતની સાથે જ તસ્કરો ઠંડીનો લાભ લઈ તરખાટ મચાવતા હોવાથી અવારનવાર નાની મોટી ચોરીના બનાવ બની રહ્યા છે.આવી સ્થિતિમાં ગત રાત્રે ધ્રોલ ખાતે 3 મકાનમાં ચોરી થયાની ફરિયાદ ઉઠી હતી. જેના લાઈવ CCTV સામે આવ્યા છે.1.30 લાખની રોકડ ઉપરાંત દાગીનાની થઈ હતી ચોરીધ્રોલના જોડિયા રોડ પર આવેલા રાધે પાર્ક વિસ્તારમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા
Advertisement
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં તસ્કરોએ ધામા નાખ્યા છે. શિયાળાની શરૂઆતની સાથે જ તસ્કરો ઠંડીનો લાભ લઈ તરખાટ મચાવતા હોવાથી અવારનવાર નાની મોટી ચોરીના બનાવ બની રહ્યા છે.આવી સ્થિતિમાં ગત રાત્રે ધ્રોલ ખાતે 3 મકાનમાં ચોરી થયાની ફરિયાદ ઉઠી હતી. જેના લાઈવ CCTV સામે આવ્યા છે.
1.30 લાખની રોકડ ઉપરાંત દાગીનાની થઈ હતી ચોરી
ધ્રોલના જોડિયા રોડ પર આવેલા રાધે પાર્ક વિસ્તારમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રે 2 વાગ્યાના સમયગાળા દરમિયાન ત્રાટકેલા શખ્સો એ 3 જેટલા રહેણાક મકાનમાં ખાંખાખોળા કર્યા હતા.જેમાં એક મકાનમાંથી મુદામાલ મળ્યો હતો. જ્યારે બે મકાનમાંથી કાંઈ હાથ ન લાગતા ચોરને ફોગટનો ફેરો થયો હતો. શિયાળાની કડકડતી ઠંડીમાં પરિવાર ભરનીંદરમાં સૂતો હતો આ દરમિયાન 4 જેટલા બુકાનીધારી શખ્સોએ મકાનને નિશાન બનાવ્યું હતું. જેમાં રહેણાક મકાનમાં કબાટના તાળા તોડી, રૂ.1.30 લાખની રોકડ, બેથી ત્રણ તોલા સોનાના દાગીના, વીસેક ગ્રામ ચાંદીના દાગીના સહિતનો મુદામાલ ઉસેડી ગયા હતા. ઉપરાંત એક બાઇકનીં પણ ચોરી કરી હતી.
ઘણાં સમયથી ચોરોએ ધ્રોલ પંથકને બાનમાં લીધું છે. બીજી બાજુ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર તસ્કરો હથિયાર સાથે આવતા હોવાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો પોલીસની નાઈટ પેટ્રોલીંગની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.